અમુક માનવી આવા પણ.....
બે સત્ય ઘટનાઓ....
બે અલગ અલગ ધર્મના લોકો/મિત્રો.....🤝🏻
મૂઠી ઊંચેરા અને મોંઘેરા માનવી.....
તેમનો સૌથી મોટો ધર્મ માણસાઈ☝🏻🙏🏻
🌸 ડોક્ટર વેંકટચેલમ ચંદ્રશેખરન અને ડોક્ટર શકીલ રહેમાન
1999 લંડન....
ડોક્ટર શકીલ રહેમાનને ખૂબ જ ગંભીર અવસ્થામાં.. લંડન ની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એમની હૃદયની નળીઓમાં અચાનક જ બ્લોકેજ વધી ગયું, સ્થિતિ એકદમ નાજુક થઈ ગઈ.
ડોક્ટર વેંકટચેલમ ચંદ્રશેખરન સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના મુખ્ય કાર્ડિયો સર્જન હતા. વિશ્વના હોશિયાર ડોક્ટરોમાં ના એક અને તે સમયે હૃદયની બાયપાસ સર્જરી કરવાની નવી ટેકનીકના માસ્ટર હતા.
જેનું નામ હતું...minimally
invasive bypass procedure.
ડોક્ટર શકીલ રહેમાનની બાયપાસ સર્જરી સફળ રહી... ત્યારે તેમની ઉંમર માત્ર 30 વર્ષની હતી.
બન્ને ડૉકટર્સ સર્જરી પછી પણ એકબીજાના સંપર્કમાં રહ્યા અને એકબીજાના ખાસ મિત્ર બની ગયા.
2020 લંડન........
ડોક્ટર વેંકટચેલમ ચંદ્રશેખરન ને ગંભીર હાલતમાં ઈપસોમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.તેઓ કોવિડ-19 થી સંક્રમિત હતા.
તેઓને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી.
ઈપસોમ હોસ્પિટલમાં મુખ્ય ડોક્ટર હતા... ડોક્ટર શકીલ રહેમાન.
ડોક્ટર શકીલ રહેમાન ડોક્ટર ચંદ્રશેખરન ની સારવાર માં લાગેલા છે, અને સારી એવી રિકવરી પણ આવી ગઈ છે. હવે ડોક્ટર ચંદ્રશેખરન
સંપૂર્ણ સ્વસ્થ છે.
🌸 અમૃત અને મોહમ્મદ
કયુમ
બંને ખાસ અને જીગરજાન મિત્રો..... કોરોનાની મહામારી માં દેશમાં lockdown થયું. વિશ્વની સૌથી મોટી ગણાતી લોકશાહીમાં આ lockdown ના કપરા સમયમાં લાખોની સંખ્યામાં ગરીબ મજૂરોને પોતાના ઘર સુધી પહોંચાડવા માટે સરકાર પાસે કોઈ આયોજન અને કોઈ વ્યવસ્થા નહોતી....🤷🏻♂(છેને વીશિષ્ટતા અને વિવિધતા)
પણ આ તો મજૂરો એમને ગમે એમ કરી અને પોતાના વતન જવું હતું☝🏻
અમૃત અને મહંમદ કયુમ બંને પોતાના વતન જવા માટે સાથે નીકળ્યા.... રસ્તામાં અધવચ્ચે અમૃત ની તબિયત બગડી ગઈ.. તેઓને રસ્તામાં વચ્ચે જ બહુ મુશ્કેલીથી એક બસ મળેલી....
બસમાં બેઠેલા બાકીના મુસાફરોએ અમૃત ને નીચે ઉતારી મૂકયો, બસમાં બેઠેલા બાકીના મુસાફરોને ડર હતો કે ક્યાંક અમૃત કોરોનાથી સંક્રમિત તો નથી ને❓
અમૃતનો પરમમિત્ર કયુમ પણ પોતાના જીગરજાન મિત્ર સાથે બસમાંથી ઊતરી ગયો.
ક્યુમે નક્કી કર્યું કે આવા મુશ્કેલીના સમયમાં પણ પોતે પોતાના પરમ મિત્ર નો સાથ નહીં છોડે☝🏻✋🏻
તે રસ્તા પરથી પસાર થતા દરેક લોકો પાસે મદદ માંગવા લાગ્યો, જેમ તેમ કરી અને અમૃતને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો.
અમૃત નું હોસ્પિટલમાં જ મૃત્યુ થઈ ગયું😥 એના અંતિમ સમયમાં એક જ વ્યક્તિ એની સાથે હતો એનો ખાસ મિત્ર મહંમદ કયુમ.
🌸 પુષ્પાંજલિ.....
આપણે ગમે તે ધર્મ કે ગમે તે પક્ષની વિચારધારામાં માનતા હોઈએ, આવી ઘટનાઓ વિશે જાણવું જોઈએ અને એને યાદ રાખવી જોઈએ☝🏻
આવી ઘટનાઓ ક્યારેય ભુલાતી નથી અને યાદ રહી જાય છે... પસાર થતા અને બદલાતા સમય ની સાથે સાથે..
🇮🇳 जय मां भारती 🇮🇳
✒️ KARAN
karandodia8162@gmail.com

