એ દિવસ જેણે દુનિયા ના પોણા ભાગ ના દેશો પર હકુમત કરતી હુકુમત ને હચમચાવી દીધી....💥💥💥💥💥

29 મી માર્ચ  રવિવારના રોજ તમે લોકડાઉનની આળસ માં આરામ થી પડ્યા છો.આજ થી 163 વર્ષ પહેલા આજ તારીખ અને આજ વાર  હતો. સ્થળ હતું કલકત્તા થી ૧૫ માઈલ દૂર અંગ્રેજો નું ફોજી થાણું 🎪 બરાક પુર , સમય હતો  સાંજના 4 વાગ્યા નો.

મંગલ પાંડે એ પોતાના ફૌજી મિત્રો ને આહ્વાન કર્યું.


તેમણે પોતાની લાલ વર્દી પહેરી હતી,પરંતુ નીચે પેન્ટ નહીં સફેદ ધોતી પહેર્યું હતું.
તેમના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં ભારતીય તલવાર હતી. નેટિવ ઇન્ફન્ટ્રી ની 34 મી રેજિમેન્ટના સિપાઈ નંબર.1446 મંગલ પાંડે બહુ જ ગુસ્સામાં હતા.


અંગ્રેજોની 19 મી રેજીમેન્ટ બહેરામપુર થી આવી રહી હતી....🏇🏾🏇🏾🏇🏾🏇🏾🏇🏾🏇🏾🏇🏾
તેમનો આવવાનો હેતુ હતો, બરાકપુર છાવણી 🎪ના બધા જ સૈનિકોને નિ:શસ્ત્ર કરી, બરખાસ્ત કરવાનો. કેમકે આ સૈનિકોએ નવી આવેલી grijd કારતૂસ વાપરવાનો ઇનકાર કરી દીધો હતો.
અંગ્રેજો આ  સૈનિકોને બરખાસ્ત કરી ને કડક સંદેશો આપવા માંગતા હતા.
નેટિવ સૈનિકોને  આ અંગેની જાણકારી થઈ ગઈ હતી. જબરદસ્ત બેચેની વ્યાપી ગઇ હતી. સૌ પ્રથમ  મંગલ પાંડે નો ગુસ્સો પ્રગટ થયો. અને તે પરેડ ગ્રાઉન્ડ ઉપર ચક્કર લગાવવા માંડ્યા.

અને પોતાના સાથીદારોને લલકાર કર્યો....

"આ કારતૂસ ને ચાવી ને આપણે આપણા ધર્મ અને જાતિ થી બહાર થઈ જઈશું, તમારે તમારું ગૌરવ બચાવ વું હોય તો તૈયાર થઈ જાવ.
બધા બહાર નીકળો અને જ્યાં પણ અંગ્રેજ દેખાય એને ગોળી મારી દો."

એમણે પોતાના સાથીદારને પરેડ ગ્રાઉન્ડમાં ડ્રમ 🥁🥁🥁🥁વગાડવા નું કહ્યું. એટલામાં એમણે સાર્જન્ટ મેજર જેમ્સ હેસન આવતો દેખાયો. મંગલ પાંડે એ ગોળી ચલાવી, પરંતુ નિશાન ચૂકી ગયા અને હેસન બેલ ઓફ આર્મસ ની પાછળ છૂપાઇ ગયો .

એટલા માં લેફટન્ટ હેનરી બાઘ ઘોડા પર સવાર થઇ ને પરેડ ગ્રાઉન્ડ તરફ દોડ્યો, મંગલ પાંડે  એ નિશાનો  લગાવ્યો, પરંતુ ગોળી ઘોડાને વાગી, ઘોડો ઘાયલ થઈને પડી ગયો. બાધ એ પિસ્તોલ લોડ કરી અને મંગળ પાંડે પર ફાયરિંગ કર્યું, પરંતુ નિશાન ચૂકી ગયો.


મંગલ પાંડે એ પોતાની બંદૂક ફેંકી દીધી, અને પોતાની  ભારતીય તલવાર ફેરવતા આગળ વધ્યા.બાઘે પોતાના ક્વાટર ગાર્ડ ને બોલાવ્યો પરંતુ કોઈ ન આવ્યું. મંગલ પાંડે તથા તેમના સાથીદારો બાઘ અને હેસન ઉપર બંદૂક ના બટ વડે તૂટી પડ્યા.


એ બને ને એ લોકો મારી જ નાખત પરંતુ શેખ પતલું
નામ ના સિપાઈ એ મંગલ પાંડે ને શાંત પાડયા.અને ખંભે થી પકડી લીધા.ગમે એમ કરી ને હેસન અને બાઘ ત્યાં થી ભાગી છૂટ્યા.ત્યાં સુધી માં લગભગ 400 જેટલા સિપાઈઓ પોતા ના તંબુ માં થી બહાર આવી ને એકઠા થઇ ગયા.


ત્યાં સુધી માં કમાંડર હર્સી કેટલાક અંગ્રેજ સૈનિકો સાથે પરેડ ગ્રાઉન્ડ માં આવી ગયો.
આ સમયે મંગલ પાંડે પોતાના બધા સાથીદારોને  એકઠા કરી ને પોતાના ધર્મ અને જાતિ ની રક્ષા કરવા નું આહવાન કરી રહ્યા હતા.

હર્સી અને બીજા બધા અંગ્રેજ સિપાઈઓ મંગલ પાંડે તરફ આગળ વધ્યા. મંગલ પાંડે એ જોઈ ને બંદુક પોતાની ગળા ઉપર ની દાઢી ઉપર રાખી અને પગ ના અંગુઠા થી ઘોડો દબાવ્યો.
ગોળી એમની છાતી ની  આરપાર નીકળી ગઈ અને તેઓ બેહોશ થઈ ને ઢળી પડ્યા.


જમાદાર તથા અન્ય સિપાઈ ઓ એમના જેકેટ માં લાગેલી આગ ને ઓલવવા માંડ્યા.ત્યાર બાદ એમને કસ્ટડી માં લઇ ને એમનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો.

કોર્ટ માર્શલ 6 એપ્રિલના રોજ થયું.જ્યુરી માં 14 ભારતીય સુબેદારો હતા.બધા એ મંગલ પાંડે ને બળવા અને હિંસા ભડકાવવા માટે જવાબદાર ઠેરવ્યા. 
ફાંસીની સજા સંભળાવવામાં આવી....
11 મત સજાના પક્ષમાં

3 મત સજા ની વિરુધ્ધ માં પડ્યા.

8 એપ્રિલ સાંજે  5.30 વાગ્યે પૂરી બ્રિગેડ  ની સામે ખુલ્લા માં  ફાંસી આપવામાં આવી.




📚 સંદર્ભ: Trial of Mangal Pandey- State Papers by Leela sarup.
KARAN

budding law student...❗❗a poet by soul❤and writer by heart☝��

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું