આ બ્લોગ વાંચતા પહેલા ....
📌ભોપાલ ગેસ દુર્ઘટના શું હતી❓
📌 આ ઘટના કેવી રીતે બની❓
📌 આ ઘટના માટે કોણ જવાબદાર હતું📌
📌 એના શું પરિણામો આવ્યા❓
📌 અને અંતમાં આ બ્લોગ ખાસ તો જેના માટે લખવામાં આવ્યો છે એ બહાદુર જવામર્દ કે જેણે પોતાની કે પોતાના પરિવારની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર લાખો લોકોનો જીવ બચાવ્યો🥁🥁🥁 એ મર્દ માણસ ની દાસ્તાન🥁
*ભોપાલ ગેસ દુર્ઘટના*
1969 માં ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગેસ પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.
ત્યારબાદ અનેક અડચણો બાદ 1979માં આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્ય કરતો થયો.
યુનિયન કાર્બાઇડ અમેરિકન કંપની હતી.... અને તે ભારતમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનું ઉત્પાદન કરી અને ભારતમાં જ તેનું વેચાણ કરવા માટે પ્લાન્ટ નાખવા માંગતી હતી અને સરકારે તે અંગે મંજૂરી પણ આપી દીધી.
હકીકતમાં તો આ ભારતની સૌથી મોટી દુર્ઘટના અને આમંત્રિત કરવાનું પગલું હતું☝🏻
હવે ઘટનાને ટૂંકમાં જોઈએ.....
જંતુનાશક દવા બનાવવા માટે મિથાઈલ આઈસોસાઇનાઇડ
નામના અત્યંત જ્વલનશીલ અને ઝેરી રાસાયણિક કેમિકલ નો ઉપયોગ કરવામાં આવતો હતો...
આના માટે પ્લાન્ટ માં 3 ટેન્ક રાખવામાં આવેલા હતા...
E 610,E611,E 619
. આ ત્રણેય ટેન્ક માં68,000 લીટર જેટલું રાસાયણિક કેમિકલ હતું કે જે અનેક લોકોનો જીવ લેવાનું હતું.
પ્લાન્ટમાં આ કેમિકલને ઓછું જવલનશીલ બનાવી તેની માત્રામાં ઘટાડો કરવાનું કાર્ય કરવામાં આવતું હતું.
અને આખરે ગોઝારો દિવસ આવી પહોંચ્યો....
2/12/1984.... ની કાળમુખી રાતે 9.30 વાગ્યે E610 ઝેરી કેમિકલ લીક થવા માંડ્યું.... કર્મચારીઓએ અને કોશિશ કરી પરંતુ બધા જ નાકામ રહ્યા કેમ કે તેમની પાસે કોઇ ખાસ સુવિધા નહોતી....10.20વાગ્યા સુધીમાં બધા જ કર્મચારીઓએ પ્લાન્ટ છોડી દીધો....
અને બાર વાગ્યે ભોપાલની હવા માં એ ગેસ ભળવા માંડ્યો🤷🏻♂🌬💨💨💨💨💨💨💨💨
સવારના છ વાગ્યા સુધીમાં લગભગ 25,૦૦૦ જેટલા માણસો મૃત્યુ પામ્યા.
E 610 જે ટેન્ક માં પ્રવાહી ભર્યું હતું એ દબાણથી જમીન માં ખૂપી ગયો હતો.
આ એક એવી દુર્ઘટના હતી જેણે.અનેક લોકોની જિંદગી છીનવી લીધી , અનેક લોકોને કાયમી બીમાર બનાવી દીધા......
એવું..........
કહેવાય છે કે માણસો ને અગ્નિદાહ આપવા માટે અને માણસો ને દફન કરવા માટે ચિતા અને જમીન પણ ઓછી પડી હતી.☝🏻🤷🏻♂🙏🏻
સ્વાર્થી માનવીની ભૂલ નો ભોગ ક્યારેક લાખો લોકોને બનવું પડે છે....
ઔદ્યોગિકરણની તથા ઔદ્યોગિક વિકાસની આંધળી દોડમાં તે કુદરતી સંપત્તિને જાળવવાના નિયમો નેવે મુકી દે છે..... અને સ્વાર્થી બનીને ક્યારેક માનવ જાતનું નિકંદન કાઢી નાખવા ઉપર આવી જાય છે...☝🏻
અજાણ્યા હીરો “ગુલામ દસ્તગીર” ,જેમના લીધે બચી ગયા હતા અનેક લાખો માણસો ના જીવ ......
02/12/1984 તથા 03/12/1984
આ તારીખ ભારત ના ઈતિહાસ ની સૌથી ખરાબ તારીખ છે☝🏻
આ એજ તારીખ છે જયારે હજારો નિર્દોષ માણસો પોતાનો જીવ ખોઈ બેઠા હતા,આ ઘટના માં અનેક લોકો એ પોતાના પરિવારજનો ને ખોયા.......👏🏻
માણસો પોત પોતાના જીવ બચાવવા માં પડ્યા હતા......
સુરક્ષિત રીતે ભોપાલ ને કેવી રીતે છોડી દેવું તેના વિચારમાં જ લોકો હતા ....☝🏻
શું બની રહ્યું છે તેનો કોઈને ખ્યાલ જ નહોતો☝🏻
બીજી બાજુ આ દુર્ઘટના માટે જવાબદાર યુનિયન કાર્બાઇડ ના CEO વોરેન એન્ડરસન ને જામીન પણ મળી ગયા અને એ આરામ થી અમેરિકા પણ ચાલ્યો ગયો અને 29/09/2014 ના રોજ અમેરિકા માં આરામ ની જીંદગી પસાર કરી ને મૃત્યુ પામ્યો.
જે વળતર આપવા માં આવ્યું હતું એ પ્રત્યેક વ્યક્તિ દીઠ 2000 ડોલર નું હતું લગભગ 20,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને 5,00,000 થી વધુ ઘયલ થયા હતા ☝🏻
(આ સરકારી આંકડાઓ છે મૃત્યુદર આનાથી પણ વધુ હતો☝🏻)
📌 હવે આ લેખ ના હીરો વિશે જાણીએ....
ત્યારે એક માણસ એવા પણ હતા કે જેણે ના એનું વિચાર્યું કે ના એના પરિવાર નું ,
એમને લાખો જીંદગી બચાવી, ના બચાવી શક્યા તો એમના ત્રણ દીકરા અને એમની પત્ની ને.....😢🙏🏻☝🏻
એ બહાદુર જવામર્દ 💪🏻નું નામ હતું “ગુલામ દસ્તગીર”.
જયારે ભોપાલ ગેસ દુર્ઘટના બની ત્યારે તે ભોપાલ
રેલવે સ્ટેશન ના Deputy Station Superintendent હતા.રાત ના નોકરી સમયે જયારે એ રાઉન્ડ માં નીકળ્યા ત્યારે એમને આંખો માં બળતરા અને ગળા માં બળતરા અનુભવી.એજ સમયે એમની સામે ગોરખપુર-કાનપુર એક્સ્પ્રેસ ઉભી હતી .જેને ઉપડવા માં હજી 20 મિનીટ ની વાર હતી.
આંખો માં બળતરા અને ગળા માં બળતરા એ એમને કોઈ મોટી દુર્ઘટના થઇ હોવા નું લાગ્યું. *“ગુલામ દસ્તગીર”* દોડી ને પોતાના ઉચ્ચ અધિકારી પાસે ગયા અને ટ્રેન ને સમય પહેલા જ રવાના કરવા ની વિનંતી કરી,એવું કરવું નિયમો વિરુદ્ધ હતું,પણ કઈ પણ થાય એને માટે જવાબદાર તે પોતે રહેશે એવી બાંહેધરી એમને એમના ઉચ્ચ અધિકારી ઓ ને આપી,☝🏻ત્યારપછી એમના ઉચ્ચ અધિકારી ઓ એ ટ્રેન ને રવાના કરવા ની પરવાનગી આપી.
જેવી ટ્રેન ત્યાં થી નીકળી ભોપાલ માં માણસો ટપોટપ મરવા લાગ્યા,સ્ટેસન પર લોકો ની સંખ્યા વધવા લાગી,કોઈ પણ ભોગે માણસો ભોપાલ છોડવા માંગતા હતા.પરંતુ એક પણ ટ્રેન આવવા ની ના હતી,ગુલામ ડ્યુટી પર જ રહ્યા ,એ જાણતા હતા કે એમનો પરિવાર પણ આ દુર્ઘટના નો ભોગ બની શકે છે.
એટલું જ નહિ ઘણા માણસો ને એમને બચાવવા નો પ્રયત્ન પણ કર્યો,પરંતુ સંજોગો બગડી રહ્યા હતા,મદદ માટે જયારે એમના ઉચ્ચ અધિકારી ઓં પાસે પહોચ્યા ત્યાં સુધી માં એમના 23
સાથીઓ ઓ મૃત્યુ પામ્યા હતા.
વિરગતી ને પામેલા અરમાનો ની આ ખાંભી છે...
હૈયામાં કંડારેલી ઈતિહાસ-કથા બહુ લાંબી છે....
લિ. શ્રી Arvind Barot
ગુલામ દસ્તગીર જયારે એમના પરિવારજનો પાસે પહોચ્યા ત્યારે એમના ચાર દીકરા માં થી ત્રણ દીકરા અને પત્ની મૃત્યુ પામી ચુક્યા હતા.એમનો જીવિત રહેલ એક દીકરો પણ ચામડી ના રોગ નો ભોગ બની ચુક્યો હતો,અને ગુલામ દસ્તગીર પોતે પણ.વર્ષ 2003 માં એ જવામર્દ એ આ દુનિયા માં થી વિદાય લીધી.👏🏻👏🏻👏🏻👏🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
શરમ ની વાત તો એ છે કે 😡😤ગુલામ દસ્તગીર ની આ કુરબાની અને આ બહાદુરી ની નોંધ ના તો રેલ્વે એ લીધી ના ભારત સરકારે...☝🏻હજારો માણસો ના જીવ બચાવનારા એ જવામર્દ ગુલામ દસ્તગીર ને આજે કદાચ કોઈ ઓળખતું નથી...પણ એ મારા તો હીરો હતા છે .....અને રહેશે ☝🏻
આજે પણ અનેક લોકો એ યાતના ભોગવી રહ્યા છે.....
અને લાખો લોકો આ જવામર્દ
ની બહાદુરી ના કારણે બચી ગયા☝🏻👏🏻
અલ્લાહ તેરો નામ ......
ઈશ્વર તેરો નામ.......👏🏻
સબકો સંમતિ દે ભગવાન .......🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
અને એટલે જ અમારા ગઢવી, અમારા ચારણ મિત્ર...દિલીપભાઈ પરમાર લખે છે.... કે...
ટોળા મા રહી ટેં ટેં કરે, કૈક જોયાં એવાં ટાબરીયાં
એકલ હાથે બાથું ભરે, જુજ જ હોય એવા બાહુબળીયા
મર્દનો મહિમા નામર્દ કદી સમજતો નથી....
સામી છાતિયે કાયર યુધ્ધ કદી કરતો નથી...
salute to the unsung 🙌🏻🙌🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
HERO :🇮🇳🇮🇳🇮🇳GULAM DASTGEER🇮🇳🇮🇳
સંદર્ભ: હું જ્યારે ભોપાલ ગયેલો ત્યારે ગુલામ દસ્તગીર ના એક સગા ને મળેલો એમણે આપેલી માહિતીમાં થી....
KARAN Dodia
E mail:karandodia8162@gmail.com










