એક વાત પ્રેમ ની.....

એક માર્મિક અને હ્રદય ને પ્રભાવિત કરી દેનારી કેન્સર પીડિત યુવક યુવતી ની પ્રેમ કહાની..

આમ તો આ ફિલ્મ 6 જુન 2014 ના રોજ રીલીઝ થયેલી,પરંતુ મારા ધ્યાન માં હમણાં જ
આવી,ઘણી વાર સારી ફિલ્મો આવી ને ક્યારે ઉતરી જાય એનો ખ્યાલ જ નથી રહેતો.
આ ફિલ્મ વિશે તો શું કહું? પહેલા સીન થી જ મને પકડી રાખેલ અને જેમ જેમ ફિલ્મ આગળ
વધતી એમ એની પકડ મજબુત કરતી ગઈ.

      
 ફિલ્મ ના બે મુખ્ય કલાકારો શૈલેને(હેજલ ગ્રેસ) અને એંસેલ(ઓગસ્ટસ વાટ્ર્સ)
 ખુબ જ ઉમદા અભિનય કર્યો છે,એમની અભિવ્યક્તિ અને એમનો અભિનય નો ઢંગ તમને ખુબ જ ભાવુક 
કરી નાખશે.
   પહેલા મને એવું હતું કે કોઈ સાધારણ લવ સ્ટોરી હશે,પણ ના હું ખોટો પડ્યો.
આ ફિલ્મ ની સ્ટોરી જોન ગ્રીંસ  ઉપન્યાસ પર આધારિત બે કેન્સર પીડિત યુવક યુવતી ની છે.જે બને 
એક બીજા ના પ્રેમ માં પડી જાય છે,જો કે એ યુવક યુવતી જાણે છે કે એમનો “હેપ્પી એન્ડિંગ” ક્યારેય 
નહિ થાય,તો પણ એ બને મક્કમ મનોબળ થી પોતાની પરિસ્થીતી નો સામનો કરે છે.
આ ફિલ્મ ની સ્ટોરી આમ તો સામાન્ય છે,પરતું એને ફિલ્મ માં જે રીતે રજુ કરવા માં આવી છે,
તે ખરેખર काबिलकाबिल - ए - तारीफ છે.

 શરૂઆત થી લઇ ને અંત સુધી એક મિનીટ માટે પણ સ્ક્રીન થી નજર દુર નથી થતી.ફિલ્મ નો બેક 
ગ્રાઉન્ડ સ્કોર અને સંગીત મધુર છે,અને બધા જ સીન તમને ભાવુક બનાવી દે છે.

એક વાર જરૂર જુઓ......

I Give it Full Stars

 #The_Fault_in_Our_Stars

😍🥰🥰🥰👌🏻👍🏻






( આ બ્લોગ આટલો ટૂંકો લખવાનું કારણ આ ફિલ્મ એટલી જોરદાર અને અદ્ભુત છે કે ટુંકો રીવ્યુ 
લખી ને ફિલ્મ જોવા ની ઉત્સુકતા જાળવવા નો છે)




🏹 karan 
     karandodia8162@gmail.com
KARAN

budding law student...❗❗a poet by soul❤and writer by heart☝��

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું