બ્રિટનમાં કંઈક આવી રીતે છવાઈ ગયા......
👉🏻ઋષિ સુનક👈🏻
"અમે કહ્યું હતું કે .... . આ ખરાબ સમયમાં અમે અમારા લોકો સાથે.. ઊભા રહીશું☝🏻
અમે અમારું આપેલું વચન નિભાવીશું, યાદ રાખો તમે એકલા નથી"
આ શબ્દો છે બ્રિટનના નાણામંત્રી......
ઋષિ સુનક ના.....જે તેમણે કોરોના વાયરસના કારણે બ્રિટનમાં થયેલી આર્થિક કટોકટીને પહોંચી વળવા માટે.... રાહત આપતી યોજના ની જાહેરાત કરતાં સમયે કહ્યા હતા.
આ શબ્દો તથા એની સાથે રજૂ કરવામાં આવેલી યોજના બ્રિટનના લોકો ને એટલી પસંદ પડી કે આ જાહેરાત પછી તરત જ બ્રિટનના લોકો
Rishi Sunak અને #RishiforPM જેવા હેસ ટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા....
ઘણા લોકો એવું કહેવા લાગ્યા કે....
ઋષિ સુનક....જ હવે પછીના બ્રિટનના વડાપ્રધાન હોવા જોઈએ.... આશ્ચર્યની વાત તો એ છે કે આવું કહેવાવાળા એમની વિરોધી પાર્ટી લેબર પાર્ટીના અમુક લોકો પણ હતા🙄
બ્રિટનના મોટા ભાગના લોકો તેમના ચાહક બની ગયા☝🏻
👉🏻 પરંતુ એવી તે શી જાહેરાત કરી
ઋષિ સુનક એ કે તેઓ આટલા બધા પ્રખ્યાત થઈ ગયા...❓❓❓❓❓❓❓❓
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનક 2015 થી....યોર્કશાયર ના રિચમંડ થી સાંસદ છે... એમનો પરિવાર મૂળ ભારતીય છે.... અને પૂર્વ આફ્રિકા થી બ્રિટન આવેલા છે.
એમના પત્ની અક્ષતા મૂર્તિ ભારતની અગ્રણી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિના પુત્રી છે.
તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટનના નાણામંત્રી બન્યા હતા જ્યારે સાજીદ જાવેદે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું.
કોરોના વાયરસના સંકટના કારણે.. બ્રિટનની કંપનીના ઘણા કર્મચારીઓએ ઘરે બેઠા બેઠા જ કામ કરવું પડ્યું હતું અને અમુક કંપની એવી હતી કે જેમણે સ્પષ્ટ શબ્દોમાં તેમના કર્મચારીઓને જણાવી દીધું હતું કે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને હવે તે તેમને વેતન આપી શકશે નહીં☝🏻🤷🏻♂
આ સંકટને કારણે લાખો લોકોની નોકરી ઉપર સંકટ આવી પડયું હતું, અને બ્રિટનની સરકાર પણ ચિંતામાં મુકાઈ ગઈ હતી.બ્રિટન ની સરકાર પણ આ અંગે યોજના બનાવવાનું વિચારી રહી હતી.
શુક્રવારે ઋષિ સુનક પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે તેઓ એક મીડિયા કોન્ફરન્સમાં આવ્યા અને જાહેરાત કરી કે......
જે કંપનીના કર્મચારીઓને કંપની વેતન નથી આપી શકતી... એમને વેતન સરકાર આપશે☝🏻✋🏻
જે કર્મચારીઓને કંપની નથી કાઢી મૂકવાની એમના વેતનનો 80% ભાગ સરકાર આપશે☝🏻.... જે અનુસાર 2500 પાઉન્ડ એટલે કે બે લાખ ૨૫ હજાર રૂપિયા નું દર મહિનાનું વેતન કવર કરવામાં આવશે.
એવું કહેવાય રહ્યું છે......
આવ સબસીડી એવી કંપનીઓને જ મળશે કે જે કંપનીઓને કોરોના વાઇરસને કારણે કર્મચારીઓને નોકરીમાંથી નાછૂટકે કાઢવા પડે એમ છે.... તદુપરાંત એ કંપનીને જ સબસિડીનો લાભ મળશે કે જે કર્મચારી ને પરત નોકરી પર લેશે અને એમની રજા નહીં ગણવામાં આવે☝🏻
બ્રિટનની સરકારની યોજનાનો લાભ મેળવવા માટે કંપની અે
ટેક્સ ડીપાર્ટમેન્ટ નો સંપર્ક કરવો પડશે..
કંપનીઓનો લોન પણ લઈ શકે છે.... આવી લોન મેળવનાર કંપની એ બાર મહિના સુધી વ્યાજ ભરવાનું રહેશે નહીં.
ઋષિ સુનક એલાન પણ કર્યું કે સરકાર વેટ પેમેન્ટ ની ઉઘરાણી પણ અત્યારે નહીં કરે જેથી કરીને કંપનીઓને આર્થિક સંકટનો સામનો ના કરવો પડે.☝🏻
આર્થિક સંકટ નો સામનો કરી રહેલી કંપનીઓ માટે બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક એ કંપનીઓ માટે 35.0 કરોડોના મોટા આર્થિક રાહ ભંડોળની પણ ઘોષણા કરી દીધી.
તદુપરાંત આ યોજનાની સાથે સાથે તેમણે આર્થિક નિષ્ણાતો, વિવિધ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી નવી યોજનાના અમલીકરણ વિશે વાત કરી હતી.
🏹 karan