હાલ કોરોના વાઈરસ (covid 19) ની મહામારી ચાલી રહી છે ...આ સમય માં ડોક્ટર આપણ ને માસ્ક પહેરવા ની
અને વારેવારે સેનેટાઈઝર થી હાથ ધોવા ની સલાહ આપે છે.
શુ આપ જાણો છો????? આ હાથ ધોવા ની પ્રક્રિયા ખુબ જ મહત્વ ની અને ઉપયોગી છે.
હાથ ધોવા થી ચેપ ફેલાતો અટકે છે???
પરંતુ......
હાથ ધોવા થી ચેપ ફેલાતો અટકે છે??? આ સાબીત કરનાર અને સેકડો ગર્ભવતી મહિલાઓ
નો જીવ બચાવનાર ડોક્ટર અને “SAVIOUR OF MOTHERS” નું બિરુદ મેળવનાર એ ડોક્ટર વિશે આપ જાણો છો?
આ ડોક્ટર ની સ્ટોરી બહુ જ પ્રેરણાદાયક છે.. એ ડોક્ટર એ આપેલ પ્રદાન ની તેની હયાતી દરમ્યાન
તેની કદર પણ ના થઈ.
“હાથ ધોવા થી ચેપ ફેલાતો અટકે છે???” આ વાત સાબીત કરી અને એના લીધે લાખો ની સંખ્યા
માં સ્ત્રી દર્દી ઓ નું જીવન બચાવવા માં એને સફળતા મળી,પરંતુ આ વાત સાબીત કરતા અને તેને
જે મુશ્કેલી ઓ નો સામનો કરવો પડ્યો તે વાત ખુબ જ રસપ્રદ છે.
આમ પણ દરેક દેશ,દરેક ફિલ્ડ માં એક વ્યક્તિ એવી હોય છે કે જે અલગ જ પ્રકાર ના પ્રગતિશીલ વિચાર ધરાવતો હોય છે.જે કશુંક નવું કરીને પરિવર્તન લાવવા માંગતો હોય છે.
તે સમય જ(ઈ.સ.1800 થી 1890) એવો હતો કે એ સમયે બધા જુના જડ નીતિનિયમો નું પાલન કરવા માં માનતા હતા.
તેમજ કોઈ વ્યક્તિ નવી શોધ કરે તો એને ટીકાપાત્ર ગણવા માં આવતું,અને નવી શોધો અને રીતો ને
શંકા ની નજરો થી જોવા માં આવતી.
એ મહાન ડોક્ટર નું નામ હતું,....."ઇગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ"
- કોણ હતા? “ઇગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ”??
"ઇગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ"નું જન્મ “ટાબાન” નામ ના શહેર માં 01/07/1818 માં હંગેરી માં થયો હતો.ટેરેઝ મુલેર તથા જોઝ્સેફ સેમલવેઈઝ નું તે પાંચમું સંતાન હતા.
1837 માં ઇગ્નાઝ એ “UNIVERSITY OF VIENNA” માં થી મેડીકલ ના અભ્યાસ ની શરૂઆત કરી.અને
1844 માં તેઓ ડોક્ટર બન્યા.
- હોસ્પિટલ એટલે મૌત નું ઘર
આ એ સમયગાળો હતો કે જયારે હોસ્પિટલ પેશાબ,ઉલટી અને અન્ય દુર્ગંધથી ભરેલા હતા.
આ દુર્ગંધ એટલી વધુ હતી કે હોસ્પિટલ નો સ્ટાફ પણ નાક પર રૂમાલ દબાવી ને ફરતા હતા.
ડોક્ટર પણ ના તો હાથ ધોતા હતા અને ના પોતાના મેડીકલ સાધનો સ્વચ્છ રાખતા હતા.
ઓપરેશન થીયેટર અને એમાં કામ કરવા વાળા સર્જન ખુબ જ ગંદા રહેતા.
એટલે જ એ જમાના માં લોકો ના મન માં “હોસ્પિટલ એટલે મૌત નું ઘર” એવી માન્યતા હતી.
એ જમાના માં લોકો રોગ ના “વિષાણું”(વાઇરસ) વિશે કશું જાણતા નહોતા.લોકો ફક્ત એમ જ માનતા હતા કે રોગ ફક્ત ઝેરી હવા થી જ ફેલાય છે.
લોકો અને ડોકટરો એ માનવા જ તૈયાર નહોતા કે હોસ્પિટલ માં રહેલી ગંદકી અને હાથ ના ધોવા ના કારણે
“વિષાણું”(વાઇરસ) ના કારણે રોગ ફેલાય છે.
- “ઇગ્નાઝ” નું પ્રદાન અને એમની સંઘર્ષગાથા
1844 માં ઇગ્નાઝ ડોક્ટર બન્યા અને વિયેના ની હોસ્પિટલ માં આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે તેમની
નિમણુંક કરવા માં આવી.આ એ સમયગાળો હતો જયારે યુરોપ માં “PUERPERAL FEVER”(કે જેને
“CHILDBED FEVER” તરીકે પણ ઓળખાય છે) પોતાનો કાળો કેર વરસાવતો હતો.
આ “PUERPERAL FEVER” માં બાળક ના જન્મ પછી 30 થી 40% સ્ત્રી(માતાઓ) મૃત્યુ પામતી હતી.
આ મૃત્યુઆંક દર્શાવતો ચાર્ટ નીચે જોઈ શકાય છે.
ત્યારે બધા ડોક્ટર બાળક ના જન્મ પછી આવું થાય જ એમ માનતા હતા.નવા બાળક નો જન્મ થાય એટલે માતા ને તાવ આવે જ એવું ડોક્ટર્સ માનતા હતા.
પણ મેં આગળ કહ્યું એમ.....
“દરેક દેશ,દરેક ફિલ્ડ માં એક વ્યક્તિ એવી હોય છે કે જે અલગ જ પ્રકાર ના પ્રગતિશીલ વિચાર ધરાવતો હોય છે.જે કશુંક નવું કરીને પરિવર્તન લાવવા માંગતો હોય છે.”
આવા વ્યક્તિ ની કદર નથી થતી એ પણ હકીકત છે(હકીકત માં તો આ એક મહાભયંકર રોગ છે)
કશું અલગ જ અને ખાસ કરવા માંગતા યુવા ડોક્ટર ઇગ્નાઝ એ તો સ્ત્રી ઓ ના મૃત્યુદર નો
આંકડાકીય અભ્યાસ શરુ કર્યો.
ઇગ્નાઝે વિયેના ની જનરલ હોસ્પિટલ માં સમાન સુવિધા ધરાવતા બે પ્રસુતી કેન્દ્ર ના
મૃત્યુદર અને બને વોર્ડ માં મૃત્યુ ના તફાવત ની નોંધ કરી.
એક કેન્દ્ર ની દેખરેખ ની જવાબદારી પુરુષ મેડીકલ છાત્રો કે જે ઇન્ટર્ન હતા એમની હતી,જયારે
બીજા કેન્દ્ર ની જવાબદારી દાયણ સ્ત્રી ઓ ની હતી.
જે કેન્દ્ર ની દેખરેખ ની જવાબદારી પુરુષ મેડીકલ છાત્રો કે જે ઇન્ટર્ન હતા.....
ત્યાં 1847 માં મૃત્યુદર 1000 સ્ત્રી ઓ એ 98.4 નો હતો.
અને જ્યાં બીજું કેન્દ્ર કે જે ની જવાબદારી દાયણ સ્ત્રી ઓ ની હતી.
ત્યાં 1847 માં મૃત્યુદર 1000 સ્ત્રી ઓ એ ફક્ત 36.2 નો હતો.
ઇગ્નાઝે એ વાત ની નોંધ લીધી કે બને વોર્ડ માં વેન્ટિલેશન સમાન હતા,બધું જ સમાન હતું.
અને તેણે અવલોકન કરી અનુમાન લગાવ્યું કે... જે કેન્દ્ર ની દેખરેખ ની જવાબદારી પુરુષ મેડીકલ છાત્રો કે જે ઇન્ટર્ન હતા તે “PUERPERAL FEVER” ના ચેપ થી મૃત્યુ પામેલી સ્ત્રી ઓ નો ઓટોપ્સી ની જવાબદારી
પણ સંભાળતા હતા એ પોતાના હાથ સાફ કર્યા વગર જ પોતાના વોર્ડ માં બીજી સ્ત્રી ઓ ને તપાસતા
એટલે આ ચેપ લાગતો હતો.
આજ ના સમય માં આપણ ને પણ ખબર છે કે એન્ટીસેપ્ટિક થી હાથ ધોવા થી બેક્ટેરિયા ખતમ
થાય છે.અને ડોક્ટર્સ પણ સ્ક્રબ થયા વિના ઓપરેશન કરતા જ નથી,પણ 1800 આસપાસ આવું
નહોતું.
ઇગ્નાઝે દરેક ડોક્ટર ને મંદ ક્લોરીન વોટર થી જ હાથ સાફ કરી ને જ વોર્ડ માં પ્રવેશ કરવા
માર્ચ થી ઓગસ્ટ 1848 માં એક પણ સ્ત્રી નું મૃત્યુ થયું ના હતું.
- “ઇગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ” ને જીવન દરમિયાન કોઈ જ સમ્માન ના મળ્યું.
ઇગ્નાઝ ની આ રીત ને એના યુવા ડોક્ટર્સ એ તો અપનાવી લીધી પરંતુ એના જ વિભાગ ના
વડા અને અન્ય મોટા ડોક્ટર્સ એ ના સ્વીકારી.આ વિષય પર ઇગ્નાઝ એ એક પુસ્તક પણ લખ્યું.
જેની તે સમય ના ડોક્ટર્સ એ ટીકા કરી.વ્યથિત થયેલા ઇગ્નાઝે આવા ડોક્ટર્સ ને ખૂની ડોક્ટર્સ કહ્યા.
વડીલ ડોક્ટર્સ તો હાથ ના ધોવા થી ચેપ ફેલાય છે એ વાત માનવા જ તૈયાર નહોતા.અને ઇગ્નાઝ
ની રીતસર મશ્કરી કરતા.અંતે 1849 માં ઇગ્નાઝ ને વિયેના ની હોસ્પિટલ માં થી છૂ ટાકરવા માં આવ્યા.
ભગ્ન હ્રદયે ઇગ્નાઝ એ વિયેના છોડ્યું.અને એમણે હંગેરી પાછુ ફરવું પડ્યું .
હંગેરી પાછા ફર્યા પછી બુડાપેસ્ટ ના એક નાના એવા “સેજેન્ટ રોક્સ” હોસ્પિટલ ના પ્રસુતિ વોર્ડ માં
કોઈ પણ પ્રકાર નું વેતન લીધા વિના પોતાની સેવા આપવા માંડ્યા..
આ દવાખાના અને બુડાપેસ્ટ યુનિવર્સીટી ના મેટરનિટી કલીનીક (જ્યાં પછી થી તેઓ ભણાવતા પણ હતા)
ત્યાં આ તાવ થી મૃત્યુ પામતી સ્ત્રી ઓ નું પ્રમાણ ખુબ જ વધુ હતું.ઇગ્નાઝ ના આવ્યા પછી સાવ
નહીવત થઈ ગયું.
આમ છતાં એમની આ રીત ની ટીકા બંધ ના થઈ.
ઇગ્નાઝ એ મેડીકલ સોસાયટી સમક્ષ પોતાની થીયરી નું એક રીસર્ચ પેપર પણ રજુ કર્યું
THE ORIGIN
THE ORIGIN
1955 માં એને બુડાપેસ્ટ હોસ્પિટલ માં ઓંબસ્ત્રેક્ટીસ વિભાગ નો હેડ બનાવવા માં આવ્યા.
ઇગ્નાઝ એ પોતાના સંશોધન ની માહિતી બધે જ મોકલી.વિયેના,જર્મની,બધે જ એને નકારવા માં
1861 ની સાલ સુધી માં ઇગ્નાઝ માનસિક રીતે પડી ભાંગ્યા અને એમને બાઈ પોલર ડીઝીઝ
થઇ ગયો,અને એને એમને પાગલખાના માં દાખલ કરવા માં આવ્યા.એમનો એક મિત્ર એમને
નવું મેડીકલ ઇન્સ્ટીટયુટ દેખાડવા નું કહી ને એમને પાગલખાના માં મુક્યાવ્યો,જયારે ઇગ્નાઝ ને
ખબર પડી કે તે પાગલખાના માં છે ત્યારે તેમણે ત્યાં થી ભાગવા નો પ્રયત્ન કર્યો.આ દરમિયાન
એમણે ત્યાં ના ચોકીદારો એ ખુબ માર્યા અને સાંકળો થી બાંધી ને એક અંધારી કોટડી માં પૂરી દીધા.
તદુપરાંત.....
ઇગ્નાઝ એ ડાબા હાથ માં એક ઓપરેશન કરાવેલું હતું એના ચેપ થી બે સપ્તાહ બાદ ફક્ત 47
વર્ષ ની ઉમર માં 13/08/1865 ના રોજ એમનું મૃત્યુ થયું.
દુનિયા થી વિમુખ થઇ ને,પોતાના નિયમો પર જે વ્યક્તિ એ આખી જિંદગી જે રોગ સામે લડત આપી
હતી એ જ એ જ રોગ સામે “ઇગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ” હારી અને મૃત્યુ પામ્યા.
મૃત્યુ બાદ મળેલ સમ્માન
“ઇગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ” ના મૃત્યુ બાદ એમની થીયરી ની કદર કરવા માં આવી.
અને વિશ્વ ના બધા ડોક્ટર્સએ એ થીયરી અપનાવી....
🥇🏅🎖️“ઇગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ” ને “SAVIOUR OF MOTHERS” (માતાઓ ના તારણહાર)
તરીકે બિરદાવવા માં આવ્યા.
🥇🏅🎖️ બુડાપેસ્ટ ની એ હોસ્પિટલ કે જ્યાં એમણે સેવા આપી હતી એ હોસ્પિટલ ની સામે જ એમનું સ્ટેચ્યુ મુકવા માં આવ્યું.
🥇🏅🎖️
🥇🏅🎖️
2018 માં એમની જન્મ શતાબ્દી પર એક ટપાલ ટીકીટ બહાર પાડવા માં આવી જેમાં ગર્ભવતી મહિલા
🥇🏅🎖️
હાલ કોરોનાની આ મહામારી ના સમય માં ગુગલ એ પણ“ઇગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ” નું ડુડલ
પણ મુકેલું.
પ્રિવેન્ટીવ મેડીસીન ના પિતામહ અને હીરો ને મારા વંદન અને સો સો સલામ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🏹 Karan
karandodia8162@gmail.com
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🏹 Karan
karandodia8162@gmail.com











ખૂબ જ સરસ માહિતી..👍
જવાબ આપોકાઢી નાખોthank u......sandip bhai
કાઢી નાખો