Extraction.....Karan Movie review

Extraction
Karan Movie Reviews
Netflix

 સ્ટોરી મુંબઈ થી શરુ થાય છે,જ્યાં એક બાળક ओवीओवी महाजन जूनियर(रुद्राक्ष) નું અપહરણ થઈ જાય છે.
ओवी નો બાપ મહાજન સીનીયર (પંકજ ત્રિપાઠી)ઇન્ડિયા નો ડ્રગ માફિયા છે.એ वीओवी ને છોડાવવા
માટે સાજુ (રણદીપ હુડા) ને કહે છે.સાજુ એનું આ કામ કરવાની ના પડે છે,


તો ओवी નો બાપ
મહાજન એના બાળક ને ઉઠાવી લેવાની ધમકી આપે છે. ओवी નું અપહરણ બાંગ્લાદેશ ના સૌથી
મોટા ડ્રગ માફિયા એ કર્યું હોય છે.




ओवी ને છોડાવવા માટે ઓસટ્રેલિયા થી એક ખાસ ટીમ બોલાવવા  માં આવે છે,જેમાં સુપર કમાન્ડો
ટાયલર લેક (ક્રિસ હેમ્સ્વર્થ) ગમે એની ધોલાઈ કરી નાખે છે,સો ફૂટ ની ઉચાઈએ થી તળાવ માં
કુદકો મારે છે.






આ રેસ્ક્યુ ઓપરેશન ને સફળ બનાવી ને ટાયલર લેક બાળક ને સોપવા જ જાય છે કે સાજુ
તરફ થી ડબલ ક્રોસ થાય છે,બીજી બાજુ બાંગ્લાદેશ સરકાર એક ડ્રગ માફિયા ના ઈશારા પર
ચાલે છે.

**ડાયરેકશન*
        સૈમ હાગ્રેવ નું છે,આ એમની પહેલી ફિલ્મ છે,જે પ્રકાર નું ડાયરેકશન છે તે જોતા એમને
બીજી ફિલ્મ મળવી મુશ્કેલ છે એવું લાગે છે.ફિલ્મ માં એક્શન ડાયરેકશન/કોરિયોગ્રાફી બહુ જ
સારી છે.એ સિવાય કઈ જ સમજાતું નથી.બાળક ને કેવી રીતે મુંબઈ થી ઢાકા લઈ જવાય છે?
બને ડ્રગ માફિયા શા માટે દુશ્મન છે?ક્રીશ શા માટે ગોળી મારવા માટે પાછો ફર્યો ગોળી મારવા
કઈ જ સમજાતું નથી.
ડાયરેક્ટર લોકલ ટચ દેવા માં અસમર્થ રહ્યા છે,નાના છોકરા ઓ ને ગરીબ દેખાડવા માટે
લેકમે અને આંજણ ચોપળી ને ગરીબ બનાવવા માં આવ્યા હોય એવું લાગે છે.

**સ્ક્રીનપ્લે**
     સ્ક્રીનપ્લે માં રૂસો બ્રધર્સ નું પણ યોગદાન છે,આ સ્ટોરી એન્દે પાકર્સ અને રૂસો બ્રધર્સ ની નવલ કથા
સિઊદાદ (Ciudad) માં થી લેવા માં આવી છે. સ્ક્રીનપ્લે ઇન્ટરવલ સુધી બહુ જ જોરદાર છે.ઈમોશનલ
ટચ પણ દેવા માં આવ્યો છે.

**બેસ્ટ ડાયલોગ છે
“You drown not by falling into a river but by staying submerged in it”
પરંતુ આ પોલો કોહેલો એ લખેલું છે.



**એક્ટિંગ**
     એક્ટિંગ અને એક્શન માટે ક્રીશ ને એવોર્ડ મળવો જોઈએ,ખુબ જ સારા હાવભાવ,
બોડી લેન્ગવેજ અને ઓછા પરંતુ સારા ડાયલોગ્ઝ છે,

રુદ્રાક્ષ જયસ્વાલ ઠીકઠાક છે,કલાઇમેકસ માં એનો ચહેરો  વિચિત્ર ડોલી બિન્દ્રા જેવો
બનાવવો નાટકીય લાગે છે.બાકી સારો છે.

પંકજ ત્રિપાઠી ની જગ્યા એ બીજા ગમે એને લઇ શકાય એમ હતા,ખાલી બે ગાળો જ
બોલવા ની હતી.

રણદીપ હુડા એ સરપ્રાઈઝ આપ્યું છે,આટલી બધો સારો અભિનય એ કરી શકે છે
એવી આશા નહોતી.

ઈરાની એક્ટ્રેસ ગોલ્સીફ્તેહ ફરહાની નો ચહેરો જ ઇન્ડીયન એક્ટ્રેસ સાથે મળે છે,નામ
યાદ નથી રહેતું,અભિનય સારો છે.

પ્રિયાંશુ ની એક્ટિંગ સારી છે પણ એમનો રોલ સારી રીતે ડેવલપ નથી થયો,આમ છતાં
બાંગ્લા ડ્રગ દેવતા ના રોલ માં સારા લાગે છે.

સુરજ રીક્મે,ચતુર બંગાળી બાળક બની ને દર્શકો ને ઈમ્પ્રેસ કરવા માં સફળ થયા છે.



**સિનેમેટોગ્રાફી**
     આ ફિલ્મ નું એકમાત્ર સૌથી મજબુત પાસું છે,પબ-જી સ્ટાઇલ માં ચેજ સીન નું શુટીંગ કરવું,
એન્ટોનિયો પાસે થી શુધ્ધ હિન્દી બોલાવવું એ એક ખુબ જ અઘરો ટાસ્ક હતો.રણદીપ અને ક્રીશ નો
ફાઈટ સીન જબરદસ્ત શૂટ થયો છે.રીવાઈન્ડ કરી ને જોવા જેવો સીન છે.


**મેકઅપ**
      બહુ જ જોરદાર છે,ગોળીયો છુટે છે,લાગે છે,લોહી વહે છે,આંગળી કપાય છે,બધું વાસ્તવિક
લાગે છે.

**એડીટીંગ**
    બહુ જ સરળ થઇ છે,



**બધું જ મળી ને ....
     ફિલ્મ એવરેજ થી થોડી નીચે છે, ફિલ્મ ના અંત માં ઈમોશનલ ટચ આપી ને એને 
sicario 2 જેવી ફિલ્મ બનાવવા  નો પ્રયત્ન કરાયો છે,પણ એ ટચ પૂરે પૂરો આપી શકાયો નથી.
એક્શન બે જેટલા સીન માં સારી લાગે છે,અંત માં અતિ લાગે છે,ફિલ્મ ની મધ્ય માં
કન્વર્ઝેસ્ન સારી છે,આખી ફિલ્મ ની સેન્સ ઝીરો લાગે છે,ફિલ્મ અધુરી લાગે છે. to

**રેટિંગ 4.5/10*


**થોડી મારા મન ની વાત..........
     
  વસ્તુ ગમે એટલી સુંદર કેમ ના હોય,એના માં તર્ક ના હોય તો એ મન મોહી નથી શકતી.
કપડા નું ફૂલ ગમે એટલું ભપકાદાર કેમ ના હોય એ પ્રાથમિક પસંદગી માં ક્યારેય નથી
આવી શકતું.

જેણે પણ આ ફિલ્મ જોઈ છે અથવા જોવા ના છે ,એ એક વાર sicario સીરીઝ જરૂર જુએ...
કાગળ ના ફૂલ અને અસલી ફૂલ બને વચ્ચે નો તફાવત ખબર પડી જશે.

બાકી તમારી કોમેન્ટ્સ ની રાહ જોવાય છે.......



🏹 Karan 
      karandodia8162@gmail.com

KARAN

budding law student...❗❗a poet by soul❤and writer by heart☝��

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું