જીવન ને જાણવા અને માણવા માટે જોવા જેવી 7 ફિલ્મો..........જો આ 7 ફિલ્મો ચુક્યા તો જીવન જાણવા ની તક ચુક્યા.

 મોટા ભાગ ના લોકો ફિલ્મો મનોરંજન માટે જોતા હોય છે.આજ કાલ લોકો ને ફિલ્મો માં 

 સેક્સ,એક્શન વગેરે જેવી વસ્તુ જોવી બહુ ગમતી હોય છે....એમાં જેટલા મોટા સ્ટાર 

 હોય અને જેટલી એક્શન હોય એટલી જ એ ફિલ્મ ચાલે છે.


પણ અમુક ફિલ્મો એવી પણ હોય છે કે જે દરેક વ્યક્તિ એ જોવી જ જોઈએ...જે તમને 

જીવન નું  અમૂલ્ય માર્ગદર્શન  આપે છે......તો ચાલો જાણીએ  આ સાત ફિલ્મો

વિષે  કે જે દરેક વ્યક્તિ 

એ જોવી જ જોઈએ.......


  

(1) પરીક્ષા 

           પરીક્ષા હાલ માં જ રીલીઝ થયેલી ફિલ્મ છે.આ ફિલ્મ આજ ની 

એજ્યુકેશન સીસ્ટમ પર જોરદાર કટાક્ષ કરે છે. આ ફિલ્મ માં બતાવવા માં 

આવ્યું છે કે કેવી રીતે એક બાજુ બાળકો ને દેશ ના ભવિષ્ય કહેવા માં આવે છે,

પરંતુ જયારે એમને શિક્ષણ ના માધ્યમ થી જોવા ની વાત આવે છે ત્યારે 

સમાજ ના વિવિધ વર્ગો ની નજર થી જોવા માં આવે છે,અને એમની સાથે ભેદભાવ 

કરવા માં આવે છે.

આ ફિલ્મ એક રીક્ષા ચાલક અને એના દીકરા ની સ્ટોરી છે જે ભણવા માં ખુબ હોશિયાર 

છે.

રીક્ષા ચાલક ઈચ્છે છે કે એનો દીકરો શહેર ની સૌથી મોટી સ્કુલ માં અભ્યાસ કરે...

એના માટે એ ખુબ મહેનત કરે છે.અને એ પોતાના દીકરા ને એ સ્કુલ માં દાખલ 

કરવા માટે ની વ્યવથા પણ કરે છે.આમ છતાં પણ ત્યાં તેની સાથે  અમીર અને ગરીબ

 નો ભેદભાવ કરવા માં આવે છે.


આ ફિલ્મ માં  એ દરેક માં-બાપ ની વાત કરવા માં આવી છે જે પોતાના પેટે પાટા 

બાંધી ને પણ પોતા ના સંતાનો ને ભણાવવા માંગે છે.પ્રકાશ ઝા દ્વારા આ ફિલ્મ ને 

ડીરેક્ટ કરાઈ છે.આઈ.એમ.ડી.બી. દ્વારા 8.2. નું રેટિંગ અપાયું છે.




 (2) સ્ટેનલી કા ડિબ્બા



       સ્ટેનલી કા ડિબ્બા એ સ્ટેન્લી નામ ના એક છોકરા ની સ્ટોરી છે. એની અડધી સ્ટોરી તો લગભગ બધા જ છોકરાઓની છે અને બાકીની અડધી સ્ટોરી હિમ્મત વાળા છોકરાની છે, જે પોતાના મુશ્કેલ જીવનમાં પણ ટકી રહેવાનું શીખવે છે. સ્ટેન્લી એક સાધારણ છોકરો છે. જે સ્કૂલ ચાલુ થાય એ પહેલાં જ પોતાના વર્ગખંડમાં આવીને બેસી જાય છે. એની જિંદગીમાં એક જ સમસ્યા છે અને એ છે એનો ખાવા નો ડબ્બો.


આખી ફિલ્મ આ ડબ્બા  ઉપર જ આધારિત છે. આ ફિલ્મ જોયા પછી તમને એક વાત સમજમાં આવી જશે કે જીવન  ને બહાના પસંદ નથી☝🏻 જીવનમાં તમને ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ તમારી જિંદગી એવું ઇચ્છે છે કે તમે હિંમત ના હારો☝🏻💪🏻

આ ફિલ્મની એક ખાસિયત એ છે કે તમે જ્યારે તે ફિલ્મ જુઓ ત્યારે તમને એવું લાગે છે કે તમે તે ફિલ્મ જીવી રહ્યા છો.



આ ફિલ્મના દરેક દ્રશ્યોને "તારે ઝમીન પર" ના ડિરેક્ટર અમોલ ગુપ્તે એ એટલી નિર્દોષતાથી ડિરેક્ટ કર્યા છે કે તમે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે તમને દરેક દ્રશ્યો તમારી સામે જમીન ઉપર ચાલતું હોય એવી પ્રતીતિ થાય છે.

ફિલ્મમાં સ્ટેનલી  ભૂમિકા નિભાવી છે અમોલ ગુપ્તે ના પુત્ર પાર્થો ગુપ્તે એ અને વર્મા સર નું  પાત્ર ભજવ્યું છે ખુદ અમોલ ગુપ્તે એ..

આ ફિલ્મ તમે યૂ ટ્યૂબ પર જોઈ શકો છો.




(3) દસ્વિદાનીયા


      મૃત્યુ એ  જીવન નું  સૌથી મોટું સત્ય છે. આ દુનિયાના બધા લોકો એક દિવસે મૃત્યુ પામવાના જ છે.



     જ્યારે આપણને એ વાતનો ખ્યાલ આવે કે આપણી પાસે  જીવવા માટે ફક્ત બે મહિના જ બાકી છે તો❓ આપણે તો મરવાના ટેન્શનમાં એ પહેલા જ મૃત્યુ પામી શું. પરંતુ અમર કૌલ એવું નથી કરતા. અમર કૌલ દસ્વિદાનીયા ફિલ્મ ના હીરો છે.જેને ખબર પડે છે કે તે હવે ટૂંક સમયમાં જ મૃત્યુ પામવાના છે.



આ વાતની ખબર પડતાં જ તે ડરતા નથી. પરંતુ ઊલટાનું તે વિચારે છે કે એવા કયા કામો છે અને એવી કઈ ઇચ્છાઓ છે કે જે તે મૃત્યુ પહેલાં પૂરી કરવા માંગે છે. આ બધી ઈચ્છાઓ નું તે લિસ્ટ બનાવે છે. આ લિસ્ટ ઉપરજ આખી ફિલ્મ આધારિત છે. અમર કૌલ આ ઈચ્છાઓનું લિસ્ટ પૂરું કરી શકે છે કે કેમ❓


કે પછી એની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે❓ તે જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી જ રહી.




આ ફિલ્મ તમને શીખવાડે છે કે કપરા  સમયમાં પણ તમારે કેવી રીતે હસતા રહેવાનું છે.


અમર કૌલ નું પાત્ર ભજવી રહ્યા છે વિનય પાઠક, અને એમના મિત્રની ભૂમિકા ભજવી રહ્યા છે રજત કપૂર 

આ બંનેના અભિનય ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા છે.



આ ફિલ્મ તમે યૂ ટ્યૂબ પર જોઈ શકો છો.





(4) નિલ બટ્ટે સન્નાટા


     

      નિલ બટ્ટે સન્નાટા એ એક મા-દીકરીની સ્ટોરી છે. માં ની આંખો માં દિવસ-રાત એક જ સપનું છે કે તે પોતાની દીકરીને ભણાવી ગણાવી અને ખૂબ જ આગળ વધારે જેથી કરીને તેની દીકરીને પોતાની જેમ બીજા ના ઘરના કામના કરવા પડે.



જ્યારે બીજીબાજુ દીકરી ના મગજ માં અભ્યાસ ને લગતી વાત જ નથી બેસતી. એના મગજમાં એ વાત ઘર કરી ગઇ હોય છે કે ફક્ત અમીર માં-બાપ ના બાળકો જ ડૉક્ટર અને એન્જિનિયર બની શકે છે અને અમીર ઘરના બાળકો જ અભ્યાસ કરી શકે છે.



દીકરીને પૂરો વિશ્વાસ છે કે તે પણ પોતાની માની જેમ બીજા ના ઘરના કામ કરશે.


હવે જોવાની વાત એ છે કે જીતે છે કોણ❓


મા ના સપના કે દીકરી નું મન.

ફિલ્મ જોયા પછી તમને ખ્યાલ આવશે કે આપણી આસપાસ એવા લોકો પણ છે કે જેમની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી નથી થતી. આ લોકો માટે પોતાના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું એ પણ ખૂબ કપરું હોય છે.





(5) ગુલ્લક



    ગુલ્લક એ કોઈ ફિલ્મ નથી પરંતુ પાંચ એપિસોડની એક મિનિ સીરીઝ છે. આ મિનિ સીરીઝ જોવા માટે તમારે ફિલ્મ થી પણ ઓછો સમય આપવો પડશે.


આ મિનિ સીરીઝ જોયા પછી તમને એ પ્રશ્ન થશે કે આ સિરીઝ આટલી જલદી પૂરી થઈ કેમ ગઈ❓❓🤷🏻‍♂આ સ્ટોરી છે વીજળી વિભાગમાં કામ કરતા કર્મચારી અને એના પરિવારની.



આ ટચૂકડી વેબ સીરીઝ માં તમને એ બધું જોવા મળશે જે સામાન્ય પરિવારમાં થતું હોય છે. મમ્મી પપ્પા અને બે દીકરાઓ ના પરિવાર ની સ્ટોરી એ બધા જ વિદ્યાર્થીઓ ની સ્ટોરી છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને વર્ષોથી સારી નોકરી ની રાહ જોતા હોય છે.



9.1 નું રેટિંગ આ મિની વેબ સીરીઝ ને મળેલું છે અને તમે તેને soni live પર જોઈ શકો છો.





(6)  કલબ 60




        આપણા લાંબા જીવનમાં દરેક દિવસો એક જેવા નથી હોતા. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, અને ક્યારેક શાંતિ તો ક્યારેક ચિંતા ઉત્પન્ન થતી હોય છે.


સુખનો સમય તો આપણે આરામથી પસાર કરી શકીએ છીએ પરંતુ જ્યારે દુઃખનો પહાડ તૂટી પડે છે, તો એના આઘાતમાંથી આપણે જલ્દી બહાર નથી આવી શકતા.


વિચારો કે 50 60 વર્ષની ઉંમરમાં કોઈ વ્યક્તિ પોતાના એક ને એક જુવાન દીકરાને ગુમાવી બેસે તો એની શું હાલત થાય❓ 




શું એ જલ્દી એ આઘાત માં થી બહાર નીકળી શકશે❓❓

ના.....

એવી જ રીતે ડોક્ટર તારીક એ આઘાતમાંથી બહાર નથી નીકળી શકતા.


ક્લબ 60 એવી જ એક દુઃખી વ્યક્તિની દુઃખી વાતથી શરૂ થતી સ્ટોરી છે. શરૂઆતમાં એવું લાગે છે કે આ દુઃખની વાત ઉપર જ આખી ફિલ્મ આધારિત હશે, અને આ દુઃખી ફિલ્મ છે, પરંતુ જ્યારે મનુભાઈ શાહ ની એન્ટ્રી આ ફિલ્મમાં થાય છે, ત્યારે આ જ દુઃખ હાસ્ય માં પરિવર્તિત થઈ જાય છે.




મનુભાઈ શાહ એક એવી વ્યક્તિ છે કે જે ૬૦ વર્ષની ઉંમરના હોવા છતાં પણ પોતાનું જીવન આનંદથી પસાર કરે છે અને ખુલ્લી ને જિંદગી જીવે છે.



તેઓ હંમેશાં મજાક કરતા હોય છે અને પોતે ખુશ રહે છે અને પોતાના મિત્રોને પણ ખુશ રાખવાની કોશિશ કરે છે.


૬૦ વર્ષની ઉંમરના વ્યક્તિઓની આ ક્લબમાં મનુભાઈ શાહ, ડોક્ટર તારીક, મનસુખ, ઝફર ભાઈ, સિન્હા અને જીએસ ધિલ્લોન છે.



આ ફિલ્મ એ શીખવે છે કે જિંદગી જિંદાદિલી નું નામ છે. જિંદગી હંમેશા ગતિશીલ રહેવી જોઈએ. તમારે તમારી જિંદગી ખુશીથી પસાર કરવી જોઈએ. આ ફિલ્મ ઉમદા કલાકારોના ઉમદા અભિનયથી સુશોભિત થયેલી છે. ડો. તારિક નું પાત્ર ભજવ્યું છે ફારૂક શેખે અને મનુભાઈ શાહ ના પાત્ર માં છે  રઘુવીર યાદવ.




(7) લાયન


    લાયન એ એક નાના છોકરા સરૂ ની સ્ટોરી છે.સરૂ એક ગરીબ પરિવારનો દીકરો છે, જે પોતે તેની મા બહેન અને ભાઈ સાથે રહે છે અને પોતાની ગરીબીમાં પણ ખુશખુશાલ છે.પરંતુ એની ખુશી ઉપર ત્યારે નજર લાગી જાય છે ત્યારે તે ભૂલથી કોઈ ખોટી ટ્રેનમાં બેસી જાય છે અને પોતાના ઘરથી એક હજાર કિલોમીટર દૂર કલકત્તા પહોંચી જાય છે. ઘણી બધી મુશ્કેલીઓ નો  અનુભવ કર્યા બાદ આ માસૂમ બાળકને અનાથાલય માં ફેકી દેવામાં આવે છે.



અહીંયા એની જિંદગીનો એક મહત્વનો વળાંક આવે છે. અનેક ઓસ્ટ્રેલિયન દંપતી આ બાળકને દત્તક લઇ લે છે, અને એની સાથે તસ્માનિયા લઈ જાય છે. 25 વર્ષ બાદ  સરૂને ખ્યાલ આવે છે કે એણે એના ફેમિલી વિશે તપાસ કરવી જોઈએ.



શું સરૂ એના પરિવારને મળી શકશે❓❓❓


તમારે આ સવાલ આ ફિલ્મ જોઈ અને શોધવાનો છે.



આ ફિલ્મ એવા લોકોની વાતની સાબિતી  છે કે જેમણે પોતાનું સામાન્ય જીવન જીવવા માટે પણ સતત સંઘર્ષ કરવો પડે છે. ગાર્ડન ડેવિસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.


દેવ પટેલ દ્વારા અભિનીત આ ફિલ્મને ઓસ્કારની છઠ્ઠી કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.





આ ફિલ્મ આપ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.






બની શકે કે આ બધી ફિલ્મો તમને મોટા બેનર હેઠળ બનેલી ફિલ્મો જેવી મજા ન આપી શકે. પરંતુ આ બધી ફિલ્મો જોવાથી તમારો જીવન વિશે નો દ્રષ્ટિકોણ બદલી જશે... અને તમારી આસપાસ રહેલા લોકોની બારિકી ઓ થી  તમે પરિચિત થશો.



🇮🇳 जय मां भारती

✒️KARAN

    karandodia8162@gmail.com

KARAN

budding law student...❗❗a poet by soul❤and writer by heart☝��

2 ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવું વધુ જૂનું