એક કરોડપતી છોકરો પોતાની ઓફીસ માં બેઠા બેઠા દેકારો સાંભળી રહ્યો છે
એની ગર્લફ્રેન્ડ આજે બીજા કોઈ સાથે લગ્ન કરવા ની છે,એની માં એ એના.બાપ ને છોડી ને બીજા કોક સાથે ઘર વસાવ્યું છે.
એના બાપ ના મર્યા બાદ
એની ટેલીકોમ કંપની ડૂબવા આવી છે.આવી પરસ્થિતિ માં એને આત્મહત્યા
કરવા નો વિચાર આવે છે.પણ એમાં પણ એ સફળ નથી થતો. દુનિયા થી
હારેલો આદિત્ય પોતાની ગાડી,ઘર,સંપતી બધું જ છોડી ને એક ટ્રેન માં
એમ જ ચડી જાય છે.એજ રાતે એને ટ્રેન માં અચાનક દેકારો થાય છે.
એણે ધ્યાન ના આપ્યું.પણ આ શું????એણે એ જ સીટ ની ટીકીટ લીધી
હતી,આદિત્ય ની પાસે ટીકીટ?????ઓહ!!! નો!!! આદિત્ય એ ટીકીટ તો
લીધી ન હતી.
આદિત્ય બીજા કોઈ ડબ્બા માં ચડી શકત.આદિત્ય કોઈ પણ પાટા ઉપર
બેસી ને ટ્રેન ની રાહ જોઈ શકત.પરંતુ એણે ટ્રેન થી કુદી ને મરવા નું વિચાર્યું,
કદાચ એનું નસીબ એ પેસેન્જર સાથે લખાયું હતું. એ પેસેન્જર કે જેનું નામ
“ગીત” છે,અને આદિત્ય સંગીત છે,આદિત્ય માટે સંગીત જ બધું હતું.પરંતુ...
એક મિનીટ હતું?????
જિંદગી પૂરી થઇ ગઈ છે????
આદિત્ય ટ્રેન થી નીચે ઉતરી ગયો હતો.પરંતુ ગીત નું દિલ,ગીત ની નજર
સમાજ ને અલગ જ નજર થી જોતી હતી.ગીત માટે આટલું આસન નહોતું
કોઈ ને આમ જ સ્ટેસન પર છોડી દેવું,ગીત અને આદિત્ય ની જુગલબંધી
નક્કી હતી.
આદિત્ય દુનિયા થી હારેલો,દુનિયા પોતાના માટે ખતમ થી ચુકી છે એવી
સંકુચિત વૃતિ ધરાવનારો સંકુચિત યુવાન.
જયારે ગીત ભટીંડા ની શીખણી દુનિયા ની દરેક પળ ને એડવેન્ચર માં
બદલવા વાળી બિન્દાસ્ત યુવતી હતી.ગીત એ હતી કે જે મરેલા માં પણ
જીવ નાખી શકતી હતી.
આદિત્ય પણ જીવતી લાશ જ હતો જયારે તે ગીત ને મળ્યો હતો.પણ
ગીત એ એમાં પણ જીવ નાખ્યો હતો.
જબ વી મેટ હું ૨૦ વર્ષ નો હતો ત્યારે જોઈ હતી,ત્યારે પણ હું ફિલ્મ
ખાલી જોતો નહોતો પણ એના પાત્રો માં ઘુસી જતો હતો.એમાં ખાલી
આદિત્ય અને ગીત ને જ નહિ,મેં અંશુમન ને પણ સમજ્યો.
આ ફિલ્મ ના ગીતો તમને આખી સ્ટોરી એક સાર માં કહી દેશે,
શરત ખાલી એટલી કે તમારે ધ્યાન આપવા નું છે.
“हम जो चलने लगे हें ये रस्ते,मंजिल से बेहतर लगने लगे हें ये रास्ते”
આદિત્ય પેલી વાર પોતાની મરજી થી ક્યાંક ગયો હતો.પેલી વાર
આદિત્ય ને ચાલવા માં આનંદ આવી રહ્યો હતો.પેલી વાર આદિત્ય એ જાણ્યું
કે મનપસંદ સાથ હોય તો ડેસ્ટીનેશન નું કોઈ જ મહત્વ નથી.ગીત એનાથી
ઈમ્પ્રેસ હતી,પરંતુ ગીત માટે પોતાનું ધ્યેય પહેલે થી જ નક્કી હતું.એને ભટીંડા
થઈ ને અંશુમન સુધી પહોચવા નું હતું.એ પોતાના રસ્તા નો આનંદ માણી રહી
હતી,પરંતુ એનું ધ્યેય એના રસ્તા થી ક્યાય મહત્વ નું હતું.
ત્યાર પછી નું ગીત “नगाड़ा बजा” તમે ધ્યાન થી સાંભળશો તો...એમાં આદિત્ય એ
ગીત ના દરેક રૂપ અને તેની ઈર્ષ્યા ને આદિત્ય એ પોતાના શબ્દો માં પોરવી છે.
પરંતુ આદિત્ય ખુદ પોતે જ ખુબસુરત હતો.અને ગીત જાણે કે અપ્સરા. પરંતુ...
ગીત હેરાન હતી કેમ કે આજ સુધી તેણે જે કોઈ મળ્યું તે બધા એના રૂપ પર જ
અટકી જતા હતા.આદિત્ય એ રૂપ સિવાય “इक कहानी खतम तो दूजा किस्सा शुरु
हुआ” કહ્યું.
આમ પણ ઘર થી ભાગ્યા બાદ “ये इश्क हाय बैठे बिठाए जन्नत दिखाए हाँ,हो रामा”
એ ગીત તમે જોશો તો ગીત તેમાં બહુ જ ખુશ છે.એના સપના નો રાજકુમાર એની
રાહ જોઈ રહ્યો છે.પરંતુ એ એટલી ભ્રમિત થઈ હતી કે અંશુમન પણ એવો જ હશે.
એના માટે આઈડીયલ આદિત્ય જેવો જ વ્યક્તિ હોય છે,પરંતુ એનો ટાર્ગેટ તો
અંશુમન છે ,અને અંશુમન પણ એવો જ હશે,અને એટલે જ એ ગાય છે કે ....
“हाँ, हें कोई तो वजह,जो जीने का मजा,यू आने लगा” આ આનંદ એને અંશુમન
ને તે મળવા ની છે તે અંગે નો છે.પરંતુ એ ધ્યાન નથી દઈ શકતી કે આદિત્ય નું
સારાપણું,આદિત્ય નો સાથ જ છે જે તેને આનદ ની અનુભૂતિ કરાવી રહ્યો છે.
આ ગીત માં તમે ધ્યાન થી જોજો કે આદિત્ય ગીત ને ફક્ત જોઈ રહ્યો છે,બસ
એને જોઈ રહ્યો છે,એને એકધારો જોઈ નથી રહ્યો.એને ખ્યાલ છે કે ગીત એની નથી,
પરંતુ એક ગીત નો ભાગ એણે એમાં ભરી લીધો છે,જયારે બીજી બાજુ જાણે અજાણે
ગીતે પણ આદિત્ય ને ઓળખી લીધો છે.
આગળ ગીત એક વણાંક પર અંશુમન ને જોવે છે,અને આદિત્ય ને કહે છે કે ચાલ
તારી મુલકાત અંશુમન સાથે કરાવું,પરંતુ નહીં....આદીત્ય એ ક્ષણ સહન નથી કરી
શકે એમ...કેમ કે એણે એના ભાગ ની ગીત રાખી લીધી હતી...અને ચાલ્યો ગયો..
એ એક મિનીટ ફક્ત એક જ મિનીટ મળવા નો હતો,પરંતુ એ ના મળ્યો.
હવે........
જયારે આદિત્ય મુંબઈ પહોચ્યો ત્યારે એના સૂટ માં ગીત એની સાથે હતી.
એણે હસવા નું ચાલુ કર્યું, એણે ગીત ની જેમ જ જીવવા નું ચાલુ કર્યું.
નવ મહિના પછી ગીત ના ઘર વાળા ઓ એ એને ગીત ના સમાચાર આપ્યા.
આ નવ મહિના માં આદિત્ય એ પોતાના માં ગીત ને જન્મ આપ્યો હતો.
એ ક્ષણ નું એ ગીત “न हें ये पाना,न खोना ही हें,तेरा न होना जाने,क्यों होना
ही हें” આ ગીત તમને જીવન નો સાર આપે છે કે .....
“જેણે એક વાર મન માં કૃષ્ણ ને વસાવી લીધા છે,એને પછી સાક્ષાત કૃષ્ણ ની
ની કોઈ જ જરૂર નથી પડતી.”
તમે હંમેશા “आओगे जब तुम ओ सजना.अंगना फुल खिलेंगे”આ ગીત ને તમે મહાન સમજો છો.પરંતુ તે ગીત મહાન નથી.કેમ કે તેમાં પ્રિયતમ ના આવવા ની
આશા નો વિલાપ હતો,જયારે આ“न हें ये पाना,न खोना ही हें,तेरा न होना जाने,क्यों होना
ही हें” આ ગીત માં પ્રિયતમ ના દરેક સમયે સાથે રહેવાનો આનંદ અને ઉલ્લાસ છે.
ફરી થી ગીત ને મળવા પહોચેલા આદિત્ય એ ગીત માં ટ્રેન વાળું રૂપ જોયું અને ગીત ને
આદિત્ય ની આંખો ના અરીસા માં પોતા ને જોઈ.પછી બને ફરી થી એક થઈ ગયા.ગીત ને
પ્રેમ જોતો હતો.ગીત ને એ પ્રેમ અંશુમન પાસે થી ના મળ્યો..તો આદિત્ય પાસે થી લઈ લીધો.
જયારે આદિત્ય ને ખાલી ગીત થી મતલબ હતો,એણે પોતાના ભાગ ની ગીત ને હંમેશા પોતાના માં સમાવી લીધી હતી.
હવે એ તો આપ સૌ ને ખબર જ છે કે આના પછી શું???વિચારો ....કે જો ગીત લગ્ન પછી
આદિત્ય થી પણ દુઃખી થઇ જાત તો શું થાત?તમને તનુ વેડ્સ મનુ યાદ છે?તનુ અને મનુ
લગ્ન ના કેટલાક વર્ષો પછી ઝગડવા લાગ્યા.અને બિલકુલ અલગ જ દિશા ના બે લોકો,એકી
સાથે ના રહી શક્યા.મનુ ને તનું સાથે અણગમો થઈ ગયો.અને બંને અલગ રહેવા લાગ્યા.
શું?? આદિત્ય પણ આમ જ અલગ થઈ જાત જો ગીત એના થી પરેશાન થઇ જાત?ના
કેમ કે આદિત્ય અને મનુ માં આજ તફાવત છે.મનુ એ તનુ ને ખુબ જ પ્રેમ કર્યો તો અને
એને મેળવી લીધી હતી,જયારે આદિત્ય એ ગીત ને પોતાના માં સમાવી લીધી હતી.
લગ્ન પછી જો ગીત ઉદાસ થઇ જાત તો આદિત્ય એને હસાવત,ગીત નારાજ થતી તો
આદિત્ય તેણે મનાવી લેત,ગીત ફરી થી જો કોઈ બીજા પાસે જવા નું વિચારતી તો આદિત્ય
ફરી થી એનો હાથ પકડી ને એને એના ધ્યેય સુધી પહોચાડી દેત.આદિત્ય હમેશા એ વાત નું
ધ્યાન રાખતો કે ગીત ને એક મિનીટ પણ દુઃખ ના પડે.
આ હતું આદિત્ય નું કેરેક્ટર,ખોટો અંશુમન પણ નહોતો કે નહોતો મનજીત કે જેની સાથે ગીત
ના લગ્ન નક્કી થયા હતા.ગીત પોતાના માં જ એક ખાસ વ્યક્તિ હતી.બહુ જ ખાસ
વ્યક્તિ હતી.બધી જ ક્રેડીટ પણ કરીના જ લઇ ગઈ.પરંતુ આદિત્ય એક આ બધા માં થી
એક અલગ જ પ્રકાર ની એક વેંત ઉપર એવી વ્યક્તિ હતી.
ગીત જો લાખો માં એક હોય છે તો આદિત્ય એવી વ્યક્તિ છે કે જે એ લાખો માં એક
ગીત ને ઓળખવા નું લેવલ ધરાવે છે.
આદિત્ય ક્યારેય સાથ નથી છોડતા,અને ક્યારેય સાથ છોડવા નો ચાન્સ પણ નથી આપતા .
☝🏻❤
હું હંમેશાં સલાહ આપું છું કે તમને मसान“मसान” ગમે એટલી પસંદ કેમ ના હોય?
તમે અઠવાડિયામાં ભલે ને ગમે એટલી વાર “રોકસ્ટાર” કે “રાંઝણા”
જોતા હોય પરંતુ તમારે વર્ષ માં બે વાર તો "જબ વી મેટ" તો જોવી જ જોઈએ ...
દરેક વખતે એક અલગ જ દ્રષ્ટિકોણ થી જોવો,જે તમને જીવન જીવવા ના
કારણ ઉપરાંત બીજા પર વિશ્વાસ કરવા ની હિમ્મત પણ આપશે.
☝🏻❤
Wahh karannn bhai ...
જવાબ આપોકાઢી નાખોthank you
કાઢી નાખોNice
જવાબ આપોકાઢી નાખોthank you
કાઢી નાખો