કોરોના કાળમાં FAKE NEWS (ખોટા સમાચારો) ને કેમ ઓળખવા❓❓❓❓
📌 સમાચાર નો સોર્સ તપાસો, સમાચારની વિષય યોગ્યતા શું છે❓ સમાચાર રજુ કરનાર અને વિષયથી આ તપાસની શરૂઆત થાય છે.
📌 સમાચાર ના Title (શીર્ષક) પર થી આકર્ષાઈ ના જાવ,અનેક વાર લોકો સમાચારો ને રસપ્રદ બનાવવા માટે અનેક પ્રકાર ના Title નો ઉપયોગ કરતા હોય છે.
📌 ઓફિશિયલ સોર્સ પરથી જ સમાચાર વાંચો.... જ્યારે સમાચાર એક કરતાં વધુ સોર્સ પરથી પસાર થઈને આવે છે .. જ્યારે એને ખબર પડી જાય છે અને સાચું શું❓ અને ખોટું શું ❓એ તપાસ કરવામાં સરળતા રહે છે.
📌 ન્યુઝ માં ખરેખર કોઈ વ્યંગ કે કટાક્ષ તો નથી ને, ઘણીવાર કટાક્ષ કરવા માટે પણ સમાચાર ફેલાવવામાં આવે છે.
📌 તમારો પૂર્વગ્રહ તમારી માન્યતા અને તમારી રાજકીય વિચારધારા નક્કી કરે છે. તમારી અંગત માન્યતા, તમારી રાજકીય વિચારધારા,તથા તમારી સામાજિક પરિસ્થિતિ તમારા પર અસર કરે છે.
📌 સમાચાર અંગે નિષ્ણાંતો ને પણ પ્રશ્ન પૂછો,જે સોર્સમાંથી તમને સમાચાર પ્રાપ્ત થતા હોય એ સોર્સ ને
પણ તમે પ્રશ્ન પૂછી શકો છો.
📌 કોઈપણ ન્યુઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર share કરતા પહેલા... તેની વિશ્વસનીયતા તપાસો.. ખોટા સમાચાર ના ફેલાવો... એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવો
🚨 FAKE NEWS ત્રણ પ્રકારના હોય છે..
(1)
પૂર્ણત: FAKE NEWS... કોરોના વાયરસ જેવા હોય છે... આવા સમાચારો નું સર્જન તથા તેનો ફેલાવો લોકો સાથે ઠગાઇ કરવા માટે કરવામાં આવે છે....
આવા સમાચારો નો ભોગ મોટા ભાગે અવૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા લોકો બનતા હોય છે.
(2)
સાચી જાણકારી અને સાચા આંકડાઓ ને ખોટી રીતે તોડી મરોડીને સમાચારો પીરસવામાં આવે છે... આવા ન્યુઝ નો ટાર્ગેટ મુખ્યત્વે ભણેલા-ગણેલા લોકો હોય છે . lockdown ના સમયમાં અસંખ્ય લોકો આવા ન્યુઝ ને સાચા માની અને ફેલાવે છે.
(3)
એવું પણ બની શકે છે કે ન્યુઝ કહેવા વાળો વ્યક્તિ અથવા સોર્સ કહેવા બીજું કંઈક માંગતો હોય અને તમે સમજતા બીજું કંઈક હોય. જો તમે ડોક્ટર કે વૈજ્ઞાનિક કે વાચાળ વ્યક્તિ નથી તો આવું થવું શક્ય છે.
જે વાતોને આ લોકો વર્ષો વર્ષ સુધી પુસ્તકો ભણી અને સમજે છે તેવા તો તમે એક પોસ્ટ માત્ર થી કેવી રીતે સમજી શકો❓❓❓❓
આવા ન્યુઝ ની ખરાઇ કરવા માટે આવા ન્યુઝ ને વારંવાર વાંચો .....
અનેક સોર્સમાંથી વાંચો.... સનસનીખેજ સોર્સમાંથી નહીં પરંતુ વિશ્વસનીય સોર્સમાંથી વાંચો..
એવું પણ હોઈ શકે કે....
વિજ્ઞાન જ કોઈ વિષયનું અધ્યયન કરી અને તે વિષય પરનો પોતાનો પ્રતિભાવ આપવા માંડે❗❗❗❗
યાદ રાખો કે....
આ સમયગાળામાં દુનિયાની બધી જ પ્રયોગશાળાઓ તથા હોસ્પીટલો વૈજ્ઞાનિક શોધો કરવામાં વ્યસ્ત છે.
આ સમયગાળામાં જૂની શોધો નું પરીક્ષણ, વિકાસ તથા તેનો નાશ કરવાનું પણ બને છે.
વિજ્ઞાન ની આજ રીત છે...
એ સ્વયમ તાર્કિક રીતે તો તોડફોડ કરીને આગળ વધે છે.
આ કોરોના કાળમાં જેટલા પ્રયોગો વિષાણુ ઉપર થાય છે. એટલા પ્રયોગો માનવી ઉપર પણ થાય છે. આપણે બધા કેવું વિચારીએ છીએ❓❓❓❓
કેવા સમાચારોમાં વહી જઈએ છીએ,❓ કેવા લોકોના કહેવાથી આપણે આપણી રાજકીય વિચારધારા ને પકડી રાખીએ છીએ.❓❓❓
સ્વયં પોતાની જાતને પ્રશ્ન કરો❓❓❓
આ કોરોના કાળમાં.... કોઈ તમારા એ લાગણીઓ નો ઉપયોગ કરી અને તમારા મનોવિજ્ઞાન ને રાંધતું તો નથી ને❓❓❓
જો હા તો તમે એનું ભોજન બની રહ્યા છો...
બાકી આ બ્લોગ વિષે તમારા પ્રતિભાવોની રાહ જોઈ રહ્યો છું....
🏹karan
karandodia8162@gmail.com

Dedicate an entire article on 'confirmation bias' and how it affects our thinking..
જવાબ આપોકાઢી નાખોGiven the kind of politics that is going around in india, it is becomes necessary to make people aware of this concept.
ya.....cmplitly agree with u..i try my best..
કાઢી નાખો