ભારતની આઝાદી🇮🇳ની ચળવળના અનેક રસપ્રદ અને બહાદુરી ભર્યા પ્રસંગો મોજુદ છે..... ત્યાગ અને બલિદાનના આ પ્રસંગો આજની પેઢીને સમાજ અને દેશ માટે જે ઉત્તમ હોય તે કરવાની પ્રેરણા આપે છે.🔌🔌🔌🔌🔌
આવા જ અનેક રસપ્રદ અને બહાદુરી ભર્યા પ્રસંગો પૈકીનો એક પ્રસંગ છે...
ગુપ્ત રેડિયો સ્ટેશન(Secret Radio Station)
આ ગુપ્ત રેડિયો સ્ટેશન એક કોલેજમાં અભ્યાસ કરનાર છોકરી દ્વારા ચલાવવામાં આવતું હતું. એ છોકરીએ આઝાદીની ચળવળની ક્રાંતિની જ્યોતને પ્રજ્વલિત કરવા માટે રેડિયો સ્ટેશનનો ઉપયોગ કર્યો હતો.
ભારતમાં પ્રથમ રેડિયો women🎙️📻👩🦰 એ મહિલાનું નામ છે 👉🏻ઉષા મહેતા
ઉષા મહેતા ગાંધીજીના અનુયાયી હતા, અને આઝાદી મેળવવા માટે અહિંસાના માર્ગે ચાલવાનું તેમણે નક્કી કર્યું હતું. તેમણે પોતાનું સમગ્ર જીવન મહાત્મા ગાંધીના ચિંધ્યા માર્ગે સમર્પિત કરવાનું નક્કી કરી લીધું.
9મી ઑગસ્ટ ,1942ના રોજ મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં ભારત છોડો ચળવળ ની શરૂઆત થઈ. તરત જ મહાત્મા ગાંધી સહિત મોટા નેતાઓ ની અટકાયત કરવામાં આવી. પરંતુ ઉષા મહેતા જેવા નાના આંદોલનકારીઓ એ અટકાયત થી બચી ગયા.
જે લોકો આસાનીથી બચી ગયા તે લોકો એ ગોવાલિયા ટેંક મેદાનમાં તિરંગો🇮🇳 ફરકાવીને આંદોલન ચાલુ રાખ્યું... પરંતુ મોટા નેતાઓની ગેરહાજરી માં નાના નેતાઓની નોંધ કોણ લે❓🤷🏻♂
કેવી રીતે આવ્યો ગુપ્ત રેડિયો સ્ટેશન ચલાવવાનો આઈડિયા❓❓❓
9મી ઑગસ્ટ 1942ના સાંજે
આંદોલનકારી ઓ દ્વારા મુંબઈમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
અને એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈપણ સંજોગોમાં ભારત છોડો આંદોલનની ચળવળ ધીમી ના પડવી જોઈએ☝🏻
સૌ પ્રથમ તો આ માટે એક છાપુ (NEWS PAPER) બહાર પાડવાની યોજના ઘડવામાં આવી.... પરંતુ જેવું આ છાપુ બહાર પાડવામાં આવે અંગ્રેજો તેના પર પ્રતિબંધ લગાવી અને તેને બંધ કરાવી દેશે એવો મત આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો.
કેમકે....
બ્રિટિશ સરકારના દમન આગળ આ છાપાની પહોંચ બહુ જ સિમિત રહેશે..
ઉષા મહેતા એ સમયે કોલેજમાં અભ્યાસ કરતા હતા, અને તેઓ ટેકનોલોજીના તે સમયના નવા સાધનો થી પરિચિત હતા. તે સમયે રેડીયો 📻 એ પ્રચાર પ્રસાર નું ઉત્તમ માધ્યમ હતું.
ઉષા મહેતાએ આ બેઠકમાં રેડીયો થકી આંદોલનનો પ્રચાર પ્રસાર કરવાની વાત પર ભાર મૂક્યો.
બધા જ લોકો તેમના વિચાર સાથે સહમત થયા.
અંગ્રેજોની વિરુદ્ધ રેડિયો દ્વારા ભારત છોડો આંદોલન નો પ્રચાર-પ્રસાર કરવા માટે ઉષા મહેતાને..
બાબુ ભાઈ ઠક્કર, વિઠ્ઠલદાસ ઝવેરી અને નરીમન
અબરાબાદ પ્રિન્ટર.... જવા દેશભક્તો નો સાથ મળ્યો.
નરીમન
અબરાબાદ પ્રિન્ટર... ઇંગ્લેન્ડ થી ટેકનોલોજી નો અભ્યાસ કરી અને પરત આવ્યા હતા.
જુના ટ્રાન્સમીટર ને વારંવાર રીપેર કરી અને ઉપયોગ લાયક બનાવવામાં આવ્યું.
અને ઉષા મહેતા ભારતના પ્રથમ રેડિયો એનાઉન્સર બન્યા.(હાલના સમય માં જેને રેડિયો જોકી તરીકે ઓળખવામાં આવે છે🎙️📻)
આવી રીતે અંગ્રેજોની વિરુદ્ધ ભારત છોડો આંદોલન(QUIT INDIA MOVEMENT) નો પ્રચાર પ્રસાર કરવા માટે.. તે સમયના આધુનિક ગણાતા ટેકનોલોજીના માધ્યમ રેડિયો ના ઉપયોગની શરૂઆત કરવામાં આવી.
જ્યારે 22 વર્ષની છોકરીએ શરૂ કરી કોંગ્રેસની ગુપ્ત
(ખુફીયા)રેડિયો સેવા ...
14 ઓગસ્ટ 1942ના રોજ એક ગુપ્ત સ્થળે ઉષા મહેતા એ એક જગ્યાએ કોંગ્રેસ રેડિયો ની સ્થાપના કરી. આ ખુફિયા રેડિયોનું પ્રથમ પ્રસારણ 🎙️📻27 ઓગસ્ટ 1942ના રોજ કરવામાં આવ્યું.
પ્રથમ પ્રસારણમાં ઉષા મહેતાએ પોતાના ધીમા અને મક્કમ અવાજ માં હિન્દી ભાષામાં કહ્યું...🎙️📻
"यह कांग्रेस के रेडियो सेवा है,जो 42.34 मीटर पर भारत के किसी हिस्से से प्रसारित की जा रही है."
એ સમયે ઉષા મહેતા સાથે બાબુ ભાઈ ઠક્કર, વિઠ્ઠલદાસ ઝવેરી, ચંદ્રકાંત ઝવેરી અને નનકા મોટવાણી હતા.
નનકા મોટવાણી શિકાગો રેડિયો ના માલિક હતા અને તેમણે જ પાછળથી નવો ટ્રાન્સમીટર અને ટેકનિશિયન ની મદદ કરી હતી.
આ આંદોલનને વેગવાન બનાવવા માટે કોંગ્રેસ રેડીયો ની શરૂઆત થઇ ચૂકી હતી.
કોંગ્રેસ રેડિયોના યુવા નેતાઓની સાથે સાથે ડોક્ટર રામ મનોહર લોહિયા, અચ્યુત રાવ પટવર્ધન જેવા સિનિયર નેતાઓ પણ જોડાઇ ચૂક્યા હતા.કોંગ્રેસ રેડિયો ના માધ્યમ દ્વારા કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુના ભાષણ પ્રસારિત કરવામાં આવતા હતા.🎙️🎙️🎙️🎙️
દરરોજ બદલવામાં આવતા હતા રેડિયો સ્ટેશન...📻🎚️
બ્રિટિશ હુકૂમત ની ની અટકાયત થી બચવા માટે આ ગુપ્ત રેડિયો સેવાના રેડિયો સ્ટેશન રોજ બદલવામાં આવતા હતા...
આમ છતાં આ રેડિયો સ્ટેશન લાંબા સમય સુધી ચાલી શક્યું નહીં.. 12 નવેમ્બર 1942ના રોજ બ્રિટિશ હુકૂમત એ ઉષા મહેતા સહિત આ રેડિયો સ્ટેશનને ચલાવવા વાળા બધા જ લોકોની ઘરપકડ કરી.
અંગ્રેજોના સીઆઇડી વિભાગે છ મહિના સુધી આ ગુપ્ત રેડિયો સ્ટેશન પ્રકરણની તપાસ કરી. ઉષા મહેતા સહિત તેમના સાથીદારોને જેલમાં નાખવામાં આવ્યા. હાઈ કોર્ટમાં કેસ ચાલ્યો અને ઉષા મહેતાને ચાર વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી.
જોકે આ ગ્રુપ રેડિયો પ્રસારણ સેવા ત્રણ મહિના સુધી ચાલી.
આ રેડિયો સેવા એ ભારત છોડો ચળવળ ને વેગવાન બનાવી. કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ ના ભાષણો રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતા....
અને અંગ્રેજ હુકુમત ની અનેક પ્રકારની માહિતી કે જે સામાન્ય પ્રજા થી છૂપાવવામાં આવતી હતી ત્યારે રેડિયો દ્વારા સામાન્ય પ્રજા સમક્ષ મૂકવામાં આવતી નથી.
કેવી રીતે પકડાયું❓❓ આ ગુપ્ત રેડિયો સ્ટેશન
ઉષા મહેતા એ દિવસોને યાદ કરીને કહે છે કે...
"મારા જીવનના સૌથી મહત્વના અને ઉત્તમ દિવસો હતા... અફસોસ એ વાતનો રહેશે કે એક રેડિયો ટેકનિશિયન ની ગદ્દારી ને કારણે રેડિયો સ્ટેશન અંગેની માહિતી અંગ્રેજો સુધી પહોંચી ગઈ... અને રેડિયો સ્ટેશન પકડાઈ ગયું.
(ખાસ માહિતી...
ઉષા મહેતા નો જન્મ 25 માર્ચ 1920ના રોજ સુરત પાસેના સારસ ગામે થયો હતો.. ઉષા મહેતા ના પિતા બ્રિટિશ હુકૂમત માં એક ન્યાયાધીશ હતાં...
આમ છતાં પણ તેમણે પોતાનું સમગ્ર જીવન ગાંધીજીના અહિંસાના માર્ગે સમર્પિત કરી દીધું હતું. પિતાના નિવૃત્ત થયા બાદ તે લોકો મુંબઈ શિફ્ટ થયા હતા. મુંબઈમાં જ તેમણે આંદોલન માં ભાગ લીધો હતો. ઉષા મહેતા ભારતના રેડીયો વુમન તરીકે પ્રખ્યાત થયા.
88 વર્ષની વયે 11 ઓગસ્ટ 2000 ના રોજ તેમનું નિધન થયું)
🇮🇳जय मां भारती🇮🇳
✒️KARAN
karandodia8162@gmail.com
Karan bhhai!
જવાબ આપોકાઢી નાખોKhub saru lakhelu che. Aa navi aane sachot mahiti jaanva ma maane anand thayo. Haji khub saru lakho aane publish karo. All the best!
thank u .....Shubham
કાઢી નાખો